style="margin-top:40px;" SHREENATHJIBAVA: March 2009

SHREENATHJIBAVA

SHREE GIRIRAJDHARAN NI JAI JAI GIRIRAJ!!! BY THE INSPIRATION OF SHREENATHJI I OPEN THIS WEB PAGE ONLY DEDICATED TO SHREENATHJI. PRABHU SHREENATHJI NE KOTI KOTI VANDAN.

Thursday, March 12, 2009

GOVARDHAN MAHARAJ NO RASIO SUNG IN HOLI KIRTANS

શ્રી ગોવર્ધન મહારાજ ગીરીરાજ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તો પે પાન ચઢે, તોપે ફૂલ ચઢે [4]
ઔર ચઢે દૂધનકી ધાર -હો ધાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ

તેરે ગલેમેં કંઠા સોહી રહ્યો [4]
તેરી ઝાંખી બની વિશાલ –હો વિશાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
—શ્રી ગોવર્ધન મહારાજ

તેરે કાનન કુંડલ સોહી રહ્યો[4]
તેરી થોડી પે હીરા લાલ – હો લાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ

તેરી સાત કોષકી પરક્રમ્મા હો [4]
ચકલેશ્વર પર વિશ્રામ –હો વિશ્રામ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ

તેરે ઘર ઘર હોલી ખેલ રહી –[4]
ઔર ખેલે વ્રજકી નાર – હો નાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવરધન મહારાજ

તેરે કદમ્બ પે બંસી બાજ રહી [4]
તેરી ટેઢી ટેઢી ચાલ –હો- ચાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ

SHREENATHJI BAVA

શ્રીનાથજી વૈષ્ણવોનું આરાધ્ય સ્વરૂપ છે. તે ગોવર્ધનનાથજીના નામથી પણ ઓળખાય છે. હજારો વર્ષ પૂર્વેવ્રજમાં નંદ યશોદાજીને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયેલા તેજ આજથી સાડા પાંચસો વર્ષ પહેલાં વ્રજમાં શ્રીગિરિરાજજીમાંથી શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે.

વ્રજમાં ગોવર્ધન પર્વત છે. એક વ્રજવાસીની ગાય રોજ પોતાનું દૂધ એ પર્વત ઉપર એક જગ્યાએ શ્રવી આવતી હતી. વ્રજવાસીએ તપાસ કરતા તેને શ્રીનાથજીની ઉર્ધ્વભુજા [ડાબો હાથ જે ઊંચો છે] ના દર્શન થયાં. જ્યારે શ્રીમહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું ત્યારે ગિરિરાજજીમાં શ્રીનાથજીના મુખાર્વિંદના દર્શન થયાં.

શ્રીનાથજીની આજ્ઞાથી શ્રીમહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. આન્યોર ગામના સદુ પાંડે નામના વ્રજવાસીએ શ્રીમહાપ્રભુજીને સઘળી માહિતી આપી. શ્રીમહાપ્રભુજીએ વ્રજવાસીઓ સાથે શ્રીગિરિરાજજી ઉપર જઈ કંદરામાંથી શ્રીનાથજીને બહાર પધરાવ્યા. એક નાનકડું મંદિર તૈયાર કરાવી તેમાં તેમની સેવા શરૂ કરી.

શ્રીનાથજીને લાડમાં ‘શ્રીજી બાવા’ પણ કહેવાય છે. વર્ષો પછી પુરણમલ ક્ષત્રી નામના વૈષ્ણવે ગિરિરાજજી ઉપર વિશાળ મંદિર બનાવડાવ્યું જેમાં શ્રીનાથજીને પધરાવવામાં આવ્યા. લગભગ અઢીસો વર્ષ શ્રીનાથજી આ મંદિરમાં બિરાજ્યા.

મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસના નિમિત્તે શ્રીનાથજી પોતાની ઈચ્છાથી વ્રજ છોડી રાજસ્થાનમાં ઉદેપુર પાસે સિંહાડ ગામમાં પધાર્યા. જે આજે નાથદ્વારાના નામથી ઓળખાય છે. આજે પણ શ્રીનાથજી અહીં બિરાજે છે.

શ્રીનાથજીનું સ્વરૂપ પોતાની જાતે પ્રગટ થયેલું છે. આ સ્વરૂપ એક સાત વર્ષના બાળક જેવું છે. તેમની જમણી ભુજા [હાથ] પોતાની કટિ [કમર] ઉપર અને ડાબી ભુજા ઊંચી દ્વારને અડેલી હોય તેમ છે જાણે પોતે નિકુંજને દ્વારે ઊભા હોય. શ્રીનાથજી શ્રીગિરિરાજની કંદરામાં આવેલી શ્રીસ્વામિનીજીની નિકુંજના અધિપતિ છે એટલે તેઓ ‘નિકુંજનાયક’ કહેવાય છે. આ સ્વરૂપની પીઠીકા ચોરસ છે. શ્રીજીબાવાનું આ સ્વરૂપ શ્યામ છે.

ગિરિરાજધરણ શ્રીજી તમારે શરણ

જય શ્રી કૃષ્ણ